Sunday, 28 August 2022

છત્રપતિ શિવાજી મહારાજ

(૧)  છત્રપતિ શિવાજીના સમયનું વહીવટી તંત્ર જણાવો.
     
(૧) પ્રસ્તાવના :   
           છત્રપતિ શિવાજીએ સતત ૩૦ વર્ષો સુધી યુદ્ધ કર્યા હતા. અને ત્યારપછી એક એવી મજબૂત શાસન વ્યવસ્થા ઊભી કરી કે જેના પરિણામ સ્વરૂપે તેમના અવસાન પછી પણ સદીઓ સુધી અનેક ક્ષતિઓ હોવા છતાં પણ મરાઠી સત્તા ટકી રહી હતી. અને શિવાજીની શાસનવ્યવસ્થાઓમાના આઠ મુખ્ય પ્રધાનોના નામ દર્શાવેલા છે. અને શિવાજીએ પોતાના સમયને અનુકૂળ ફેરફારો કરીને તેની મજબૂત શાસન વ્યવસ્થા ઉભી કરી હતી. તેવું કહી શકાય છે.


(૨) શિવાજીની સમયની શાસનવ્યવસ્થા :(અષ્ટપ્રધાન મંડળ):


(૨.૧) પેશ્વા અથવા મુખ્ય પ્રધાન:

           શિવાજીના અષ્ટપ્રધાન મંડળની મુખ્ય અગ્રણી પેશ્વા કે મુખ્યપ્રધાન અગ્રણી હતા. તેનું સ્થાન રાજા પછીનું હતું. રાજાની ગેરહાજરીમાં તેની મુખ્ય જવાબદારી રહેતી હતી. અને રાજ્યના તમામ રાજકીય પક્ષોની નીચે રાજાની સહીની નીચે મુખ્યપ્રધાન એટલે કે પેશ્વાની સહી થતી હતી. અને તેનો પગાર ૧૫૦૦૦ હંન હતો. (૧ હન : ૩.૫ રૂપિયા)

(૨.૨) અમાત્ય કે મજુમદાર (મહેસૂલ ખાતાનો મંત્રી):

           તે મહેસૂલ ખાતાનો મંત્રી ગણાતો હતો. અને તેના ખાતામાં રાજ્યની આવક જાવક, દેશી હિસાબ રાખતો હતો. તે પ્રાંતના અને પ્રદેશોના હિસાબોની તપાસ પણ કરતો હતો. અને તેનો પગાર વાર્ષિક ૧૨૦૦૦ હંન રહેતો હતો.

(૨.૩) સચિવ (નાણામંત્રી, ઓસાધ્યક્ષ):

           સચિવને નાણામંત્રી અથવા કાર્યાલય મંત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઓસાધ્યક્ષની કામગીરી પણ કરતો હતો. અને રાજ્યના અગત્યના પત્રવ્યવહારો તેમજ પરગણું અને ગામડાઓનો હિસાબ તેના દ્વારા રાખવામાં આવતો હતો. અને સચિવની કામગીરી ખૂબ જ મહત્વની ગણવામાં આવતી હતી.

 (૨.૪) મંત્રી (વાંકનવીસ):

           શિવાજીના અષ્ટપ્રધાન મંડળમાં રાજ્યમાં થતા અગત્યના બનાવની નોંધ મંત્રી દ્વારા રાખવામાં આવતી હતી. અને કચેરીઓના કાર્યવાહીના અહેવાલો તેમના દ્વારા સાચવવામાં આવતાં હતા. રાજાની અન્ય વ્યક્તિ સાથેની મુલાકાત મંત્રી દ્વારા નક્કી કરવામાં આવતી હતી. અને આ મંત્રીનો વાર્ષિક પગાર ૧૦૦૦૦ હન હતો.

(૨.૫) સુમંત (ડબલ, વિદેશમંત્રી, પરરાજ્યમંત્રી):

           આ મંત્રી દ્વારા પરરાજ્ય સાથેનો રાજાના સંબંધોનો તે સલાહકાર ગણાતો હતો. યુદ્ધ કે સંધિઓમાં તે રાજાને સલાહ આપતો હતો. અને તે જાસૂસો મારફતે શત્રુઓ તથા પરરાજ્યની માહિતી મેળવતો હતો, અને રાજ્યમાં રાજાના આદેશ અનુસાર તે પ્રતિનિધિ મોકલતો હતો. અને પરરાજ્યોની અંદર રાજ્યની પ્રતિષ્ઠા વધારવાની સુમંતની મુખ્ય ફરજ હતી. અને તેનો પગાર ૧૦૦૦૦ હેન જેટલો હતો.

(૨.૬) સેનાપતિ (સરનોબત):

           શિવાજીના અષ્ટપ્રધાન મંડળમાં સેનાપતિને લશ્કરી ખાતાનો મુખ્ય વડો ગણવામાં આવતો હતો. અને તેમના માર્ગદર્શન નીચે પાયદળ, તોપદળ તથા લશ્કરની અન્ય શાખાઓના અધિકારીઓ રહેતા હતા. અને શિવાજીએ લશ્કરી વ્યવસ્થાને ખૂબ જ રંગીન બનાવી હતી. અને તેના લશ્કરનો વિકાસ પણ સારો એવો થયો હતો, અને લશ્કરના વિકાસમાં સેનાપતિની ભૂમિકા ખૂબ જ મહત્વની ગણાતી હતી, અને તેનો વાર્ષિક પગાર ૧૦૦૦૦ હંન જેટલો હતો.

           છત્રપતિ શિવાજીની શાસન વ્યવસ્થામાં ન્યાયાધીશ રાજા પછીનો ન્યાયનો મુખ્ય અધિકારી ગણાતો હતો. તે દીવાની અને ફોજદારી ગુનાઓ નિકાલ કરતો હતો. આ ઉપરાંત જમીનના હિસ્સાઓ નીચે તપાસ કરતો હતો. અને તેનું સ્થાન મુસ્લિમયુગના કાઝી જેવું જણાતું હતું.

(૨.૭) ન્યાયાધીશ:

           છત્રપતિ શિવાજીની શાસન વ્યવસ્થામાં ન્યાયાધીશ રાજા પછીનો ન્યાયનો મુખ્ય અધિકારી ગણાતો હતો. તે દીવાની અને ફોજદારી ગુનાઓ નિકાલ કરતો હતો. આ ઉપરાંત જમીનના હિસ્સાઓ નીચે તપાસ કરતો હતો. અને તેનું સ્થાન મુસ્લિમયુગના કાઝી જેવું જણાતું હતું.

(૨.૮) પંડિત રાવ કે દાનાધ્યક્ષ:

           તે દાન પુણ્ય ખાતાનો વડો મુખ્ય અધિકારી ગણાતો હતો. તે ધાર્મિક સંસ્થાઓ, બ્રાહ્મણો, લાયક વ્યક્તિઓ, અનાર્થ લોકો, ગરીબો વગેરેનું ભલામણ અનુસાર દાન આપવાનું કાર્ય કરતો હતો. અને ધાર્મિક મતભેદોનો નિકાલ કરવાની જવાબદારી તેના હસ્તક રહેતી હતી. તે ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરતો હતો. તે અધાર્મિક તથા પ્રદેશોમાં નાના-મોટા અપવિત્રતાના ગુના કરનાર લોકોને સજાની ભલામણ કરતો હતો. અને પંડિતરાવ નો વાર્ષિક પગાર ૧૦૦૦૦ હન જેટલો હતો.

(૨.૯) અન્ય અધિકારીઓ:

           શિવાજીના અષ્ટપ્રધાન ઉપરાંત કેન્દ્ર તથા પ્રદેશોના નાના મોટા અનેક અધિકારીઓ જોવા મળતા હતા. અને તેમાં પત્રવ્યવહાર અને જાસૂસ વિભાગના અધિકારીઓનો સ્થાન મહત્વનું ગણાતું હતું. અને તેમાં પત્રવ્યવહાર સંભાળનાર કાયસ્થ નું સ્થાન ખૂબ જ મહત્વનું ગણાતું હતું. 

(૨.૧૦) રાજ્યના વહીવટી સિદ્ધાંતો:

           શિવાજીના રાજ્ય વહિવટમાં લાયકાતના ધોરણે નોકરીઓ આપવામાં આવતી હતી. અને વંશપરંપરાગત હોદ્દાઓ રદ કરવામાં આવ્યા હતા. રાજ્યના મહેસૂલની વસૂલાત જમીનદારી મારફત નહીં, પરંતુ રાજ્યના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હતી. અને કોઈપણ જાતના જ્ઞાતિના ભેદભાવ વિના નોકરી આપવામાં આવતી હતી. તથા પ્રજાજન સાથે તે રીતેનો વ્યવહાર થતો હતો. અને શિવાજીના લશ્કરી વિભાગમાં અનેક મુસ્લિમો પણ હતા. તેમાં હિંદુ મંદિરો, હિન્દી ગ્રંથોની જેમ મસ્જિદો અને કુરાનનું ખાસ સન્માન કરવામાં આવતું હતું.  
      
(૩) લશ્કરી વ્યવસ્થા :

           શિવાજીની શાસન વ્યવસ્થામાં લશ્કરમાં ભરતી લાયકાતના ધોરણે થતી હતી. અને સૈનિકોની શિસ્ત માટે કડક નિયમો હતા. તેમાં વસ્તીને, સ્ત્રીઓને અને ખેતીના પાકને નુકસાન કરનાર વ્યક્તિને કડકમાં કડક સજા કરવામાં આવતી હતી. અને લશ્કરી વિસ્તારમાં સ્ત્રીઓને અને નર્તકીઓને દાખલ થવાની મનાઈ હતી. નવરાશના સમય માટેના ખાસ નિયમો હતા. અને સામંતશાહી લશ્કર નાબૂદ કરીને તેના સ્થાને રાજ્યનું લશ્કર ઉભું કરવાનું હતું. અને શિવાજી અશ્વદળ, પાયદળ, તોપદળ, નૌકાદળ, જાસૂસ વિભાગ, વહિવટી વિભાગ અને લશ્કરી તાલીમ શાળાઓ ઊભી કરી હતી.

(૩.૧) અશ્વદળ:

           શરૂઆતના સમયમાં શિવાજીના અશ્વદળ માં શીલ્લેદાર સૈનિકો વધારે જોવા મળતા હતા. પરંતુ ધીરે ધીરે શિવાજી બાગીર સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો, અને શિવાજી પાસે ૪૫૦૦૦ નું અશ્વદળ હતું.

(૩.૨) પાયદળ:

           છત્રપતિ શિવાજીના સમકાલીન પોર્ટુગીઝ તથા અંગ્રેજી લેખકોએ આપેલા આંકડાઓ મુજબ શિવાજી તેમના પાયદળની અંદર ૧૦ થી ૧૨ હજાર સૈનિકો જોવા મળતા હતા.

(૩.૩) તોપદળ:

           છત્રપતિ શિવાજીના સમયમાં તોપદળનો ખાસ વિકાસ થયેલો નહતો. તેમણે ફિરંગીઓ અને અંગ્રેજો પાસેથી તોપો મેળવી હતી. શિવાજીએ તોપખાનાનો અલગ વિભાગ ઊભો કર્યો હતો. પરંતુ તે વિભાગ યોગ્ય સાધનો અને માણસોના અભાવના કારણે તે અવિકસિત સ્થિતિમાં જોવા મળતો હતો. પરંતુ વેશ્યાઓના સમયમાં તેનો થોડો ઘણો વિકાસ થયો હતો. પરંતુ તેઓ બહારથી મંગાવવાના બદલે તેઓ મોટા પાયા ઉપર ઉત્પાદન કરવાનું મરાઠાઓને સૂઝ્યું નહીં તેવું કહેવાય છે.

(૩.૪) નૌકાદળ:

           છત્રપતિ શિવાજીના સમયમાં નૌકાદળના વાસ્તવિક સ્થાપક છત્રપતી શિવાજીને માનવામાં આવે છે. શિવાજી પહેલા મરાઠી નૌકાદળનું અસ્તિત્વ જ નહોતું. અને જુદા જુદા સાધનોમાં જણાવ્યા મુજબ શિવાજીના નૌકાદળ માં ૧૦૦થી ૨૦૦ જેટલા લડાયક વહાણો હતા. પરંતુ તેનું આયોજન કેવા પ્રકારનું હતું. તેની કોઈ ખાસ વિગતો મળી આવતી નથી. અને ઈબ્રાહિમ ખાન તથા માયનાયક તેમજ ભંડારી જેમાં મુખ્ય નૌકાસેનાનીઓ ગણાતા હતા. આ ઉપરાંત સિંધુદુર્ગ, તેમજ વિજયદૂર્ગ, સ્વર્ણદુર્ગા વગેરે અગત્યના કિલ્લાઓ હતા. અને શિવાજી દ્વારા આ મથકો દ્વારા જિંજિરાના સીદીઓ સાથે સતત શિવાજી દ્વારા નૌકાયુદ્ધ કરવામાં આવ્યું હતું.

(૩.૫) લશ્કરના અન્ય વિભાગો:

           દક્ષિણ ભારતની ભૂમિ કિલ્લાઓ બાંધવા માટે ઘણી બધી અનુકૂળ હતી. અને શિવજીએ દીર્ઘદ્રષ્ટિ પૂર્વક તેનો ઘણો સારો એવો વિકાસ પણ કર્યો હતો. અને શિવાજી દ્વારા તેને સમગ્ર કારકિર્દી દરમિયાન ૨૪૦ જેટલા કિલ્લાઓ બંધાવ્યા હતા. અને દરેક કિલ્લાઓ ઉપર એક હવાલદાર રહેતો હતો. અને તે કિલ્લાનું લશ્કરી દળ સંભાળતો હતો. જ્યારે હિસાબનીશ હિસાબ નું કામ સંભાળતો હતો. જ્યારે કરખાનીશ ની જવાબદારી માલસામાન તથા કિલ્લાના દળની જરૂરિયાતો પ્રત્યે તેનું લક્ષ રહેતું હતું.

(૪) મૂલ્યાંકન :

           આમ સમગ્ર ચર્ચા ના અંતે ટૂંકમાં કહીએ તો શિવજીએ નાની એવી જાગીર માંથી, મોટું સ્વતંત્ર રાજ્ય, ઉભુ કર્યું હતું. અને તે દરમિયાન તેની બહાદુરી, શાશન વ્યવસ્થા ની કુનેહ, યોગ્ય લશ્કરી પ્રધાનો, તેની મનુષ્ય પરખ, તેમજ મિત્રો તથા દુશ્મનો સામે કામ લેવાની રીત,તેની રાજનીતિ અને લશ્કરી નીતિ ને આભારી હતું. આમ છતાં પણ કેટલાક ઇતિહાસકારો તેને સુરત લૂટવાના કારણે લૂટારો માને છે.
       

☞︎︎︎ જીવનમાં ખુબ જ પ્રગતિ કરો તેવી શુભકામના સહ... 
લી. કલ્પેશકુમાર ડી. ઝાલા મકવાણા.✍︎🤗🤗🤗






1 comment:

  1. ખુબ ખુબ સરસ માહિતી મળી. ધન્યવાદ...

    ReplyDelete